Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

H-4 વીઝાના સમર્થનમાં યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં પ્રસ્તાવ રજુઃ ટ્રમ્પ વહીવટી તંત્રના આ વીઝા રદ કરવાના પ્રયાસને ઝટકો

વોશીંગ્ટનઃ યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં ૨ વગદાર લો મેકર્સએ H-4  વીઝા ચાલુ રાખવા પ્રસ્તાવ રજુ કર્યો છે. જેમાં મોટા ભાગની ઇન્ડિટન અમેરિકન ઇમીગ્રન્ટસની પત્નીઓ છે. કે જેઓ મેડીકલ એન્જીનીઅરીંગ, એજ્યુકેશન સહિત વિવિધ ક્ષેત્રે  કામગીરી બજાવે છે તથા અમેરિકાના અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે.

ઉલ્લેખનીય છે કે યુ.એસ.ના ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયુરીટી દ્વારા ટુંક સમયમાં H-4  વીઝા હેઠળ કામ કરવાનો અધિકાર નાબુદ કરવાનો પ્રસ્તાવ રજુ થવામાં છે. તેવા સંજોગોમાં કેલિફોર્નિયાના ર લો મેકર્સએ H-4  વીઝા ચાલુ રાખવાના સમર્થનમાં પ્રસ્તાવ રજુ કર્યો છે.

(8:44 pm IST)