Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

યુ.એસ.ના એલિગની કાઉન્ટી રિપબ્લીકન ચેરમેન પદેથી ઇન્ડિયન અમેરિકન ડી.રાજાનું રાજીનામું

એલિગનીઃ યુ.એસ.ના પેન્સિલ્વેનિઆમાં આવેલા એલિગની કાઉન્ટીના રિપબ્લીકન ચેરમેન પદેથી ઇન્ડિયન અમેરિકન શ્રી ડી.રાજાએ રાજીનામું આપી દીધુ છે. સ્ટેટ સેનેટ સ્પેશીઅલ ઇલેકશનમાં પરાજય થયાના બે માસના ગાળાની અંદર તેમણે ઉપરોકત નિર્ણય લીધો છે. તેઓ ૨૦૧૫ની સાલથી આ પદ ઉપર જવાબદારી સંભાળતા હતા. પરંતુ ૧૯૩૬ની સાલ પછી સૌપ્રથમવાર એલિગની કાઉન્ટીમાંથી કોઇપણ રિબ્લીકન કોંગ્રેસ કે સેનેટમાં નહીં જઇ શકતા તેમનું નેતૃત્વ નબળુ હોવાના આક્ષેપો થયા હતા.

(8:43 pm IST)