Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

અમેરિકાની ૩૩ કરોડ જેટલી વસતિમાં ર કરોડ એશિઅન અમેરિકન નાગરિકોઃ કુલ વસતિનો ૬ ટકા જેટલો હિસ્સો ધરાવતા આ નાગરિકોમાં ભારતીયો સૌથી વધુ શિક્ષિત અને સમૃધ્ધ હોવાનો Pew રિપોર્ટ

વોશીંગ્ટનઃ યુ.એસ.માં વસતા વિદેશી મૂળના નાગરિકો પૈકી એશિઅન અમેરિકન નાગરિકોની વસતિમાં ડબલ જેટલો વધારો થઇ ગયો હોવાનું Pew રિપોર્ટમાં જણાવાયું છે. જે અંતર્ગત છેલ્લા ૧૫ વર્ષમાં એશિઅન અમેરિકનોની વસતિ ડબલ થઇ જતા હાલની કુલ વસતિનો ૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જે મુજબ અમેરિકાની કુલ ૩૨૭ મિલીયન નાગરિકોની વસતિમાં એશિઅન અમેરિકોની વસતિ ૨૦ મિલીયન છે.

આ એશિઅન અમેરિકનોમાં ચાઇનીઝ લોકો ૨૩ ટકા હિસ્સો ધરાવે છે. જયારે ભારતીયોનો હિસ્સો ૧૯ ટકા થયા જાય છે. પાકિસ્તાનના વતનીઓની સંખ્યા ૨ ટકા છે. જયારે શ્રીલંકા, નેપાળ, તથા બાંગલાદેશના નાગરિકો આ વસતિના ૧ ટકાથી ઓછો હિસ્સો ધરાવતા દેશો છે.

ઇન્ડિયન અમેરિકનો અન્ય એશિઅન અમેરિકન નાગરિકો કરતા વધુ શિક્ષિત છે. જેમાં ૭૨ ટકા ગ્રેજ્યુએટ કે તેથી વધુ ઉંચી ડીગ્રી ધરાવે છે. એટલું જ નહિં આવકની દૃષ્ટિએ પણ પ્રથમ ક્રમે છે. જે ઘરદીઠ ૧ લાખ ડોલરની સરેરાશ આવક ધરાવે છે. તથા ૭ ટકા ઇન્ડિયન અમેરિકન ગરીબી હેઠળ જીવે છે. કુલ ઇન્ડિયન અમેરિકન્સ પૈકી ૬૫ ટકા જેટલા અમેરિકામાં જન્મેલા છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:43 pm IST)