Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

આંતર રાષ્ટ્રિય યોગ દિવસ ઉજવવા દુબઇમાં તડામાર તૈયારીઓ શરૂ

દુબઇઃ દુબઇમાં પાંચમો વાર્ષિક આંતર રાષ્ટ્રિય યોગ દિવસ ઉજવવા માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

દુબઇ સરકારે પ જુનને પોતાના સ્પોર્ટસ કેલેન્ડરમાં પણ સ્થાન આપ્યું છે. તથા પ્રથમ વર્ષથીજ એટલે કે ૨૦૧૫ની સાલથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

આ યોગ દિનની ઉજવણીની વ્યવસ્થા માટે સ્પોર્ટસ મહાસચિવ સઇદ હારેબએ ભારતના મહાવાણિજય દૂતાવાસની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્એ ૨૦૧૫ની સાલથી ૨૧ જુનને આંતર રાષ્ટ્રિય યોગ દિવસ ઘોષિત કર્યો છે.

(8:42 pm IST)