Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળની બાળકી ૯ વર્ષીય સાદીયા સુખરાજની હત્યાઃ પિતા સાથે કારમાં બેસી સ્કૂલે જઇ રહી હતી ત્યારે ૩ હથિયારધારી શખ્સોએ કાર હાઇજેક કરી લીધીઃ ૩ હજાર જેટલા દેખાવકારોનુ વિરોધ પ્રદર્શન

જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં પિતા સાથે કારમાં સ્કૂલે જેવા નીકળેલી ભારતીય મૂળની બાળકી ૯ વર્ષીય સાદીયા સુખરાજની હત્યા થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ડરબનમાં બનેલી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ૩ હથિયારધારીઓએ કાર હાઇજેક કરી લઇ કબ્જો મેળવી લીધો હતો. તથા બાળકીને લઇને નાસી છૂટયા હતા. તેથી બાળકીને છોડાવવા પાછળ દોડેલા લોકો અને અપહરણ કરનારાઓ વચ્ચે સામસામા ગોળીબાર થતાં કાર અટકી ગઇ હતી તથા કારમાં બેઠેલી બાળકી અને એક અપહરણકર્તા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. બાળકીને તંરુત હોસ્પિટલે લઇ જવાઇ હતી. જેનું મૃત્યુ નિપજ્યુ હતુ. જયારે બીજો અપહરણ કર્તા પકડાઇ ગયો હતો. અને ત્રીજો નાસી છુટવામાં સફળ થયો હતો.

અપહરણના આ બનાવનો વિરોધ વ્યકત કરવા ત્રણ હજાર જેટલા કોમ્યુનીટીના લોકો ભેગા થઇ ગયા હતા. તેવું જાણવા મળે છે.

(6:35 pm IST)
  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST