Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વતૈયારી શરૂ : અમેરિકાના ન્‍યુજર્ર્સીમાં કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા, TVASIa, તથા કોમ્‍યુનીટી અગ્રણીઓના સંયુક્‍ત ઉપક્રમે આજ ૨૯ મે ના રોજ મીટીંગ : આર્ટ ઓફ લીવીંગ, HSS, સહિત વિવિધ ઓર્ગેનાઇઝેશનના પ્રતિનિધિઓ હાજરી આપશે

દિપ્તીબેન જાની દ્વારા : ન્‍યુજર્સી : ૨૦૧૮ ની સાલમાં ઉજવનારા ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે''ની પૂર્વતૈયારી માટે આજ ૨૯ મે ૨૦૧૮ના રોજ યુ.એસ.માં TVASIa ઓડીટોરીઅમ, ૭૬ નેશનલ રોડ, એડિસન, ન્‍યુજર્સી મુકામે મીટીંગનું આયોજન કરાયું છે.

કોન્‍સ્‍યુલર જનરલ ઓફ ઇન્‍ડિયા, TVASIa તથા ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત આ મીટીંગનો સમય સાંજ સાત વાગ્‍યાથી રાત્રિના ૮-૩૦ સુધીનો રાખવામાં આવ્‍યો છે. જેમાં ૨૮ મે સોમવાર સુધીમાં જેમણે રજીસ્‍ટ્રેશન કરાવી લીધુ હોય તેમને જ પ્રવેશ મળી શકશે

મીટીંગ બાદ શ્રી દિપક તથા સુશ્રી નયના શાહ દ્વારા ડીનર સ્‍પોન્‍સર કરાયું છે. ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા શ્રી સંદીપ ચક્રવર્તીની ઉપસ્‍થિતિ સાથે આ મીટીંગમાં ઇશા ફાઉન્‍ડેશન  ણ્‍લ્‍લ્‍  મલખંભ ફેડરેશન ઓફ ર્ીર્તી ભક્‍તિ સેન્‍ટર વર્લ્‍ડ યોગા કોમ્‍યુનીટી ધ આર્ટ ઓફ લીવીંગ, હિન્‍દુ ટેમ્‍પલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા વેજીટેરીયન વિઝનના પ્રતિનિધિઓ હાજર રહેશે.

મીટીંગનું બ્રોડકાસ્‍ટીંગ વ્‍સ્‍ ર્ખ્‍લ્‍ત્‍ી (૭૩૨) ૬૫૦-૧૧૦૦)  દ્વારા કરાશે તેવું ર્વ્‍સ્‍ખ્‍લ્‍ત્‍ી ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(5:23 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • તાજેતરમાં મોરબી રોડ પર સમાધાનના બહાને ભેગા થયેલ યુવાનોએ, એક યુવાનને છરા વડે ઘાયલ કરતા થયેલ હત્યાના મામલામાં ચાર લોકોની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. access_time 5:24 am IST

  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST