Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

‘‘એવરી ચાઇલ્‍ડ ઇન સ્‍કૂલ'': બાળકોને શિક્ષણનો અધિકાર આપી પગભર કરવા કાર્યરત નોનપ્રોફિટ ‘‘પ્રથમ હયુસ્‍ટન''નો વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાયોઃ ભારતના વંચિત બાળકો માટે રેકોર્ડબ્રેક ૨.૮ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું

હયુસ્‍ટનઃ ‘‘એવરી ચાઇલ્‍ડ ઇન સ્‍કુલ એન્‍ડ લર્નીગ વેલ'' સૂત્રને અમલમાં મુકવા ૧૯૯૯ની સાલથી ઇન્‍ડિયટન અમેરિકન શ્રી વિજય ગોરડીયા સ્‍થાપિત ‘પ્રથમ હયુસ્‍ટન'નો ૨૦૧૮ની સાલનો વાર્ષિક ગાલા પ્રોગ્રામ ૧૨ નવેં.ના રોજ ડાઉન ટાઉન હયુસ્‍ટન ખાતે યોજાઇ ગયો.

ભારતના ૨૯ માંથી ૨૩ રાજયોમાં વંચિત બાળકોને શિક્ષિત કરી પગભર કરવા તથા જુદા જુદા ૧૨ દેશોમાં કાર્યરત નોનપ્રોફિટ પ્રથમ હયુસ્‍ટનના આ વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૯૦૦ ઉપરાંત લોકોએ હાજરી આપી ઝોળી છલકાવી દેતા રેકોર્ડ બ્રેક ૨.૮ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતુ. છેલ્લા ૨ દાયકામાં પ્રથમ USA દ્વારા ૫૦ મિલીયન વંચિત બાળકોને શિક્ષિત કરવામાં યોગદાન અપાયું છે.

વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયુ હતુ તથા સાંસ્‍કૃતિક અને મનોરંજન કાર્યક્રમો તથા ફેશન શો યોજાયા હતા. આ પ્રસંગે બોલીવુડ અભિનેત્રી પૂર્વ મિસ ઇન્‍ડિયા નેહા ધુપિઆએ ખાસ હાજરી આપી હતી. ઉપરાંત પ્રથમ એમ્‍બેસેડર તથા જુના જમાનાની જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાન, પ્રથમ હયુસ્‍ટન પ્રેસિડન્‍ટ સુશ્રી આશા ધુમે સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ હાજરી આપી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:55 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST