Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા ફીઝીશીઅન ડો. શીતલ કુમારને ર વર્ષની જેલ સજાઃ ર૦૧૪ થી ર૦૧૭ ની સાલ દરમ્યાન સારવાર આપ્યા વિના ખોટા બીલો મુકી મેડીકેર કંપનીઓ સાથે ફ્રોડ કર્યાનો આરોપ હતો

ફલોરિડાઃ  યુ.એસ.માં સ્ટુઅર્ટ ફલોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન ૪૮ વર્ષીય ડો શીતલકુમાર (એમ.ડી. ગાયનેકોલોજીસ્ટ) ને હેલ્થકેર ફ્રોડ બદલ ફેડરલ જયુરીએ  ર વર્ષની જેલસજા ફરમાવી છે. તથા બાદમાં  ર વર્ષ નિગેહબાની હેઠળ રાખવાનો હુકમ કર્યો છે.

         ડો. શીતલ ઉપર જાન્યુ. ર૦૧૪ થી જુલાઇ ર૦૧૭ દરમિયાન દર્દીઓને સારવાર  આપ્યા વિના  મેડીકેર, મેડીકેઇડ, તથા પ્રાઇવેટ ઇન્સ્યુરનસ કંપનીઓ સમક્ષ બીલો મુકી ૬ લાખ ૩૭ હજાર ડોલરનો ફ્રોડ કર્યાનો આરોપ હતો. જેને ધ્યાને લઇ ઉપરોકત સજા ફરમાવાઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:49 pm IST)