Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન વિવાદમાં : અમેરિકન મહિલા સાથે લફરું હતું : 4 વર્ષ સુધી સહવાસ માણ્યો હતો : તપાસ શરૂ

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન વિવાદમાં આવી ગયા છે.એક અમેરિકન ઉદ્યોગપતિ મહિલા જેનિફર અર્કરીએ  જણાવ્યું છે કે બોરિસ જોન્સન તેના બોય ફ્રેન્ડ હતા.અને તેઓ બંને એ 2012 થી 2016 ની સાલ દરમિયાન સેક્સ માણ્યું હતું.ત્યારે જોન્સન લંડનના મેયર હતા.

મહિલાએ જણાવ્યું હતું કે એક વખત જોન્સનના પત્ની ઘેર નહોતા ત્યારે તે રાત રોકાઈ હતી.બંન્ને વચ્ચે સેક્સી ફોટાઓની પણ આપલે થતી હતી.પોતે જોન્સનને ખુબ ચાહતી હતી.તેથી તેઓ બંને સપ્તાહમાં એક વાર ચોક્કસ મળતા હતા.

આ મામલે તપાસ શરૂ થઇ ગઈ હોવાનું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:39 pm IST)