Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

અમેરિકામાં ફૂટબોલ મેદાન ,પાર્ક,તથા હોર્સ રેડીંગ મેદાનો હોસ્પિટલમાં ફેરવાશે : કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખ તથા મૃતકોની સંખ્યા 2500 થઇ જતા મજબૂરી

વોશિંગટન : આરોગ્ય સારવાર માટે વિશ્વ વિખ્યાત અમેરિકા હાલના સંજોગોમાં કોરોના વાઇરસના ભરડામાં આવી ગયું છે.જ્યાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા દોઢ લાખ અને મૃતકોની સંખ્યા 2500 થઇ જતા હોસ્પિટલો ટૂંકી પડવા લાગી છે.પરિણામે વિશાળ ફુલબોલ મેદાન ,પાર્ક ,તથા હોર્સ રેડીન્ગ મેદાનો હોસ્પિટલોમાં ફેરવવાની કવાયત શરૂ કરી દેવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:43 pm IST)
  • હરિયાણા સરકારનો મહત્વનો નિર્ણય : આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓને 1 મહિનાનું એક્સ્ટેંશન : 31 માર્ચે નિવૃત થઇ રહેલા કર્મચારીઓ એક મહિનો મોડા નિવૃત થશે : કોવિદ -19 ના કારણે પોલીસ કર્મીઓ ,શિક્ષણ સાથે જોડાયેલા કર્મચારીઓ ,સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ,સહિતનાઓનો સમાવેશ : જે કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત થવા માંગતા હોય તે થઇ શકશે access_time 7:24 pm IST

  • હાર્દિક જામીન પર મુકત : ધરપકડ થયાના ૧૦ દિવસ પછી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કર્યો તેને ૩ વર્ષના જૂના રાયોટીંગ કેસમાં સાબરમતી જેલમાં રાખેલ access_time 4:28 pm IST

  • રાત્રે આઠ વાગે દેશમાં કોરોના પોઝિટિવના 1024 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક વધીને ૨૭ થયો છે: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જાહેરાત access_time 8:52 pm IST