Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

યુ.એસ.ની મિચિગન સ્ટેટ યુનિવર્સિટીના કાર્યકારી પ્રેસિડન્ટ તરીકે શ્રી સતિષ ઉડપાની નિમણુંકઃ યુનિવર્સિટીમાં વિવિધ હોદાઓ ઉપર જવાબદારી સંભાળવાનો અનુભવ ધરાવતા ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રીની કરાયેલી કદર

મિચીગનઃ યુ.એસ.ની મિચિગન સ્ટેટ યુનિવર્સિટીના કાર્યકારી પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શિક્ષણશાસ્ત્રી શ્રી સતિષ ઉડપાની નિમણુંક થઇ છે.

તેઓ આ યુનિવર્સિટીના એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ વિભાગના વાઇસ પ્રેસિડન્ટ હતા. જેમને ૧૭ જાન્યુ ૨૦૧૯ના રોજ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા સર્વાનુમતે કાર્યકારી પ્રેસિડન્ટ તરીકે નિમણુંક આપવામાં આવી છે.

તેમણે ઉપરોકત જવાબદારી સોંપવા બદલ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો. તેઓ આ અગાઉ આ યુનિવર્સિટીની કોલેજ ઓફ એન્જીનીયરીંગના ડીન તરીકે તેમજ ઇલેકટ્રીકલ એન્ડ કોમ્યુટર એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટના ચેરપર્સન તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તેમણે કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગ સાથે ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

 

(8:15 pm IST)