Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી સાકેત નવલખાને ''કેરીયર એવોર્ડ'': કુદરત દ્વારા છોડને મળતા પોષણ, તથા વિકાસની પ્રક્રિયા અને મનુષ્યના શરીર તથા મગજના કુદરતી વિકાસની પ્રક્રિયા અંગે સંકલન સાધશેઃ નેશનલ સાયન્સ ફાઉન્ડેશનએ સંશોધન માટે ૧ મિલીયન ડોલર ફાળવ્યા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં કેલિફોર્નિયા ખાતે આવેલા સાલ ઇન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીના આસી.પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન શ્રી સાકેત નવલખાને નેશનલ સાયન્સ ફાઉન્ડશનએ કેરીયર એવોર્ડ એનાયત કર્યો છે. જે તેમના અલ્ગોરિધમ ઇન નેચરને લગતા એટલે કે છોડના બંધારન,વિકાસ તથા અનૂકૂલન અંગે સંશોધન કરવા માટે અપાયો છે. ૧ મિલીયન ડોલર ઉપરાંત રકમ સાથે તેઓ આગીમી પાંચ વર્ષ દરમિયાન ઉપરોકત સંશોધન આગળ વધારશે.

આ સંશોધન કુદરત દ્વારા છોડને મળતા પોષણ, તથા વિકાસ માટેની પ્રક્રિયા થકી છોડતી માફક મનુષ્યની શારિરીક રચના તથા મગજના વિકાસ ઉપરાંત કોમ્યુટર સાયન્સ ક્ષેત્રે આગળ વધવા મદદરૂપ થશે.

શ્રી સાકેતએ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડમાંથી કોમ્યુટર સાન્યસ સાથે ph.D. ડીગ્રી મેળવેલી છે. તેમજ તેઓ ૨૦૧૮ની સાલમાં બાપો મેડીકલ સાયન્સ ક્ષેત્રે Pew સ્કોલર તરીકે નામાંકિત થયેલા છે.

(8:14 pm IST)