Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસનો રેકોર્ડઃ CNN ટાઉન હોલ ખાતે આયોજીત ઉદબોધનને ૧૦ લાખ ઉપરાંત દર્શકોએ નેટના માધ્યમથી સાંભળ્યું: ટ્રમ્પની નીતિ-રિતીઓની ઝાટકણી કાઢી

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરીસએ CNN ટાઉન હોલ ખાતે કરેલ ઉદબોધનને ૧૦ લાખ ઉપરાંત નાગરિકોએ નેટના માધ્યમથી જોયુ હતુ. જે અત્યાર સુધીની વ્યકિતગત સભા નેટના માધ્યમથી જોનારા લોકોની સૌથી વધુ સંખ્યાનો રેકોર્ડ બ્રેક છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુશ્રી કમલા ૨૦૧૬ની સાલમાં સેનેટર તરીકે ચૂંટાઇ આવેલા છે. તથા ૨૦૨૦ની સાલમાં રિપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડવા માટે ડેમોક્રેટ પાર્ટીના ટોપ ટેન ઉમેદવારોમાં અગ્રસ્થાન ધરાવે છે.

તેમણે ટ્રમ્પની નીતિ-રીતિઓની ઝાટકણી કાઢતું ઉદબોધન કર્યુ હતું. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

(7:49 pm IST)