Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

‘‘ફોલ્‍સ પ્રિવેન્‍શન પ્રોગ્રામ'' : યુ.એસ.ના સ્‍ટેનફોર્ડમાં આવતીકાલ ૩૦ જાન્‍યુ.ના રોજ કરાયેલું આયોજન : કાર્યક્ષમતા વધારી સમતુલા જાળવવા એકસરસાઇઝ અંગે માર્ગદર્શન અપાશે

કેલિફોર્નિયા : યુ.એસ.માં આવતીકાલ ૩૦ જાન્‍યુ. ૨૦૧૮ મંગળવારના રોજ આલ કેમિનો YMCA, 2400, ગ્રાન્‍ટ રોડ, માઉન્‍ટેન બ્રુ કેલિફોર્નિયામાં આવેલા કિવાનીસ રૂમ ખાતે ‘‘ફોલ્‍સ પ્રિવેન્‍શન પ્રોગ્રામ'' નું આયોજન કરાયું છે. જેનો સમય બપોરે ૨ થી ૪ વાગ્‍યા દરમિયાન રાખવામાં આવ્‍યો છે.

રહેમા હેમરાજ તથા યાત્રા મજમુદાર ફેકલ્‍ટી, સ્‍ટેનફોર્ડ હેલ્‍થ કેર એન્‍ડ ઇન્‍જરી પ્રિવેન્‍શનના ઉપક્રમે યોજાનાર આ પ્રોગ્રામમાં કાર્યક્ષમતા વધારી સમતુલા જાળવવા એકસરસાઈઝ અંગે માર્ગદર્શન અપાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:54 pm IST)