Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

' ચાર પ્રહર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ ' : ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.ના ઉપક્રમે યોજાઈ ગયેલો ઓનલાઇન કાર્યક્રમ : સ્નેહ આર્ટસ કોલકત્તા સિતાર સ્કૂલ , ધ્વનિ એકેડમી ,તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમને ભારે આવકાર

ન્યુયોર્ક : તાજેતરમાં 29 નવેમ્બર તથા 5 ડિસેમ્બરના રોજ ઓનલાઇન યોજાયેલા બીજા વાર્ષિક  ચાર પ્રહર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલને એશિયા ,યુરોપ ,તથા નોર્થ અમેરિકા સહીત  વિશ્વ વ્યાપ્ત ભારે આવકાર મળ્યો હતો.

ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.,સ્નેહ આર્ટસ કોલકત્તા સિતાર સ્કૂલ , ધ્વનિ એકેડમી ,તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના સંયુક્ત  ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના નામાંકિત તથા ઉગતા શાસ્ત્રીય સંગીત કલાકારોએ ભાગ લીધો હતો.કાર્યક્રમનું પ્રસારણ TVAshia , વર્લ્ડ  BBTV , રેડીઓ ઝીંદગી સહિતના મીડિયા દ્વારા કરાયું હતું.

કાર્યક્રમમાં ભારતના મ્યુઝિશિયન્સએ સિતાર ,તબલા ,સરોદ ,સહિતના વાદ્યો ઉપર સંગીત પીરસ્યું હતું જેનો અનેક સંગીત રસિકોએ સ્વાદ માણ્યો હતો. કાર્યક્રમને ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ ,ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી શત્રુઘ્ન સિંહા ,ભવન ચેરમેન ડો.નવીન સી.મહેતા ,સહીત વિશાલ સમુદાયે આવકાર્યો હતો. તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)