Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

2024 ની સાલમાં ટ્રમ્પ નહીં પણ નીક્કી હેલીએ પ્રેસિડન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવવી જોઈએ : એક સમયના ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક પેટ રોબર્ટ્સનનું મંતવ્ય

વોશિંગટન : એક સમયના ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક ટેલિવેન્ગલિસ્ટ પેટ રોબર્ટ્સને જણાવ્યું છે કે આગામી 2024 ની સાલની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ નહીં પણ ઇન્ડિયન અમેરિકન મહિલા તથા યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ સુશ્રી નીક્કી હેલીને ઉમેદવાર બનાવવા જોઈએ.

રોબર્ટ્સનની આ કોમેન્ટ સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થઇ છે.જેમાં તેમના ટર્નિંગ વિષે જાણ કરવામાં આવી છે.કે જે વ્યક્તિએ ટ્રમ્પનો નિશ્ચિત વિજય હોવા અંગે પોતાને ઈશ્વરે સંકેત આપ્યો હોવાનું જણાવ્યું હતું.

રોબર્ટ્સને જણાવ્યું હતું કે ટ્રમ્પએ આર્થિક વિકાસ જરૂર કરી બતાવ્યો છે પરંતુ તે વાત વાતમાં ઉશ્કેરાઈ જાય છે.અને લોકોનું અપમાન કરી બેસે છે.

(5:58 pm IST)