Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કડકડતી ઠંડી વચ્ચે ખેડૂત આંદોલનમાં પિતાને ધરણાં પર બેઠેલા જોયા : ખેડૂતોની હાલત જોઈ અમેરિકા સ્થિત બે દીકરીઓએ 10 લાખ રૂપિયાની કિંમતના ગરમ કપડાં મોકલ્યા

ન્યુદિલ્હી : કૃષિ ધારા વિરુધ્ધ દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન બીજા મહિનામાં પ્રવેશ્યું છે.તેમછતાં કોઈ વાતનો નિવેડો નહીં આવતાં આંદોલનકારી ખેડૂતો કડકડતી ટાઢ વચ્ચે પણ દેખાવો કરવા ધરણાં ઉપર બેઠેલા છે.

આ સંજોગોમાં સરદાર સતનામ સિંહ નામક એક ખેડૂતને ધરણાં પર બેઠેલા જોઈ અમેરિકા સ્થિત તેમની બંને દીકરીઓનું દિલ દ્રવી ઉઠ્યું હતું.તેણે તુરત જ 10 લાખ રૂપિયા જેટલી કિંમતના ગરમ કપડાં આ ખેડૂતો માટે મોકલી આપ્યા હતા.જે આંદોલનકારી ખેડૂતો વચ્ચે વહેંચવામાં આવ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:55 pm IST)