Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વિશ્વના મોટા ભાગના દેશો સાથે સબંધ બગાડનાર ચીનની કફોડી હાલત : અનાજની ખેંચ શરૂ થતા ' એમ્પ્ટી પ્લેટ ' નિયમ લાગુ કર્યો : રેસ્ટોરન્ટમાં જમતી વખતે એઠું મુકનારને 1 લાખ રૂપિયાનો દંડ : ભારતમાંથી ચોખાની આયાત કરવાની નોબત


બેજિંગઃ : વિશ્વના મોટા ભાગના દેશો સાથે સબંધ બગાડનાર ચીનની હાલત કફોડી થઇ ગઈ છે.જ્યાં અનાજની ખેંચ શરૂ થઇ જતા 'એમ્પ્ટી પ્લેટ ' નિયમ લાગુ કરી દેવાયો  છે.જે મુજબ રેસ્ટોરન્ટમાં જમતી વખતે એઠું મુકનારને 1 લાખ રૂપિયાનો દંડ કરાશે.તેમજ એક વ્યક્તિ એક પ્લેટનો જ ઓર્ડર આપી શકશે.

ચાઇના એકેડમી ઑફ સાયન્સના એક રિપોર્ટ મુજબ, માત્ર બેજિંગ અને શાંઘાઇમાં લોકો દર વર્ષે એટલું જમવાનું બગાડે છે કે જેટલા ભોજનથી 3થી 5 કરોડ લોકોને આખું વર્ષ ખવડાવી શકાય. ખાદ્યાન્ન કટોકટી વચ્ચે ચીન સરકાર ભોજનનો બગાડ કરવાની લોકોની આ ટેવ બદલવા માગે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(3:05 pm IST)