Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

H -4B વિઝા ધારકો માટેનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખો : અમેરિકાની કોંગ્રેસના 60 પ્રતિનિધિઓએ નવ નિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનને લેખિત આવેદન પત્ર આપ્યું

વોશિંગટન : અમેરિકાના નવ  નિયુક્ત પ્રેસિડન્ટ જો બિડનને કોંગ્રેસના સમોસા કોક્સના 4 સહીત 60 પ્રતિનિધિઓએ લેખિત આવેદન પત્ર આપી  H -4B વિઝા ધારકો માટેનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા અનુરોધ કર્યો છે.  જેમાં જણાવાયા મુજબ આપના આગામી હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સેક્રેટરીને આ બાબત સૂચના આપવા વિનંતી છે.જે પ્રશ્ન પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન ઉદભવ્યો હતો.તે મુજબ તેઓના કામ કરવાના અધિકારનો ભંગ ન થાય તે જોવા વિનંતી કરવામાં આવી છે.

આવેદનપત્રમાં વિશેષમાં જણાવાયા મુજબ હાલમાં અમેરિકામાં એક લાખ ઉપરાંત ભારતીય મૂળના H -4B વિઝા ધારકો છે.જેઓ એચ.1બી વિઝા ધારકોના જીવનસાથી છે.તેઓને પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના શાસન દરમિયાન 2015 ની સાલથી કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.અને તેઓનું અમેરિકાના અર્થતંત્રમાં દરેક ક્ષેત્રે  બહુ મોટું યોગદાન છે.જે પૈકી 95 ટકા મહિલાઓ છે.તેઓનો કામ કરવાનો અધિકાર ચાલુ રાખવા વિનંતી કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)