Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

યુ.એસ.માં એટલાન્ટામાં ઇન્ડિયન અમેરીકન શ્રી જોએલ સિંઘ ઉપર વંશીય હુમલોઃ મોલમા આવેલા ૩ યુવાનો શ્રી સિંઘના મોઢા ઉપર વ્હીપ્ડ ક્રીમનો છંટકાવ કરી નાસી છૂટતા આંખોની રોશનીમા ૩ કલાક સુધી ઝાંખપ આવી ગઇ

એટલાન્ટાઃ યુ.એસ.ના એટલાન્ટામાં મોલ વેસ્ટ એન્ડ ખાતે મિત્રના મોલની મુલાકાતે ગયેલા ઇન્ડિયન અમેરીકન શ્રી જોએલ સિંઘ ઉપર વંશીય હુમલો થયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ગયા ગુરૂવારે શ્રી સિંઘ મોલમા હતા ત્યારે ૩ યુવાનો તેમના ઉપર વ્હીપ્ડ ક્રિમનો છંટકાવ કરી નાસી છૂટયા હતા. જેના પરીણામે તેમના મોઢા ઉપર ક્રીમના ડાઘા પડી જવા ઉપરાંત ૩ કલાક સુધી આંખોની દ્રષ્ટિ ઘૂંઘવાઇ ગઇ હતી. આ હુમલો વંશીય હોઇ શકે તેવા અનુમાન સાથે પોલીસ તપાસ ચાલુ કરી દેવાઇ છે.

(10:00 pm IST)
  • સલમાન સાથે કામ કરવા તક ન મળતા આલિયા નિરાશ : આમિર ખાનની ફિલ્મ પણ ફગાવી દીધી હતી access_time 3:29 pm IST

  • ઝારખંડ વિધાનસભામાં કોઈને બહુમતી નહિં મળે : સી - વોટરના સર્વેના પરિણામો જાહેર થયા છે જે મુજબ ઝારખંડમાં બહુમતી માટે ૪૧ બેઠકો જોઈએ છે ત્યારે ભાજપને ૩૩, કોંગ્રેસના યુપીએને ૩૦ જેવીએમ ૬ અને એજેએસયુ પક્ષને ૬ બેઠક મળે છે : ભાજપને ૩૩% અને યુપીએને ૩૧% મતો મળશે access_time 5:35 pm IST

  • કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી છુટોછવાયો હળવો વરસાદ પડી રહયો છે,ત્યારે આગામી 30 નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ કેરળમાં વ્યાપક માધ્યમથી ભારે વરસાદ પડશે તેમ સ્કાયમેટનો વરતારો જણાવે છે access_time 6:40 pm IST