Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

" વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ " : અમેરિકાના ન્યૂજર્સીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના ઉપક્રમે 30 નવેમ્બર તથા 1 ડિસેમ્બર 2019 દરમિયાન થનારી બેદિવસીય ઉજવણી : વચનામૃત પૂજન ,વચનામૃત યજ્ઞ , અભિષેક, અનુષ્ઠાન ,ગાન , પ્રશ્નોત્તરી , નૃત્ય-નાટક , તેમજ વચનામૃત તુલા ,સહીત વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા પાઠવાયેલું આમંત્રણ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  પરમ કૃપાળુ પરમાત્માની પરાવાણી સ્વરૂપ વચનામૃત ગ્રંથની દ્વિશતાબ્દી (200 મી ) જયંતિએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અમેરિકા -ન્યૂજર્સીના આંગણે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર એમ બે દિવસ દરમિયાન વિશેષ રૂપથી ઉજવવા નિરધાર્યું છે.જેમાં વચનામૃત પૂજન ,વચનામૃત યજ્ઞ ,વચનામૃત અભિષેક,વચનામૃત અનુષ્ઠાન ,વચનામૃત ગાન ,વચનામૃત પ્રશ્નોત્તરી ,વચનામૃત નૃત્ય-નાટક ,વચનામૃત તુલા ,સહીત વિવિધ કાર્યક્રમો દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાશે

આ મહોત્સવમાં સપરિવાર પધારવા ગુરુકુળ પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

દ્વિદિવસીય ઉજવણી અંતર્ગત 30 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી વચનામૃત યજ્ઞનો પ્રારંભ થશે તથા સાંજે 5 વાગ્યે પુર્ણાહુતિ થશે જે દરમિયાન વચનામૃત કીર્તન ભક્તિ ,ધૂન ,અનુષ્ઠાન ,તથા કથા થશે.તથા સાંજે 6 વાગ્યે વચનામૃતના પૂજન બાદ 6-30 કલાકે રજત તુલા કરાશે સાંજે 6-45 કલાકે થાળ,આરતી,તથા પ્રાર્થના બાદ 7-15 કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

1 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યે વચનામૃત પ્રારંભ બાદ રાત્રીના 8-15 કલાક દરમિયાન સાંજે 5 વાગ્યે વચનામૃત યજ્ઞ પૂર્ણાહુતિ કરાશે 5-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ 6-10 કલાકે વચનામૃતની સુવર્ણ તુલા અને 6-45 કલાકે સુકામેવાથી પૂજન અભિષેક કરાશે તેમજ 7-25 કલાકે પુરુષો માટે અને 8-15 કલાકે મહિલાઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

ઉત્સવની ઉજવણીનું સ્થળ 205,સ્પ્રિંગ વેલી રોડ ,પરામસ ન્યુજર્સી રાખવામાં આવ્યું છે.

જેઓ વચનામૃત અભિષેક માટે સૂકોમેવો પધરાવવા માંગતા હોય તેઓ કાચી સામગ્રી યથાશક્તિ મુજબ પધરાવી શકશે તેવું ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

(12:08 pm IST)