Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

યુ.એસ.ના દલાસ ટેકસાસમાં AAPIની મીટીંગ મળીઃ પૂર્વ તથા વર્તમાન હોદેદારો સહિત જુદા જુદા રાજયોના ૧૦૦ જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપીઃ મેમ્‍બરશીપ વધારી, આર્થિક પાસુ વધુ મજબૂત કરી શ્રેષ્‍ઠ આરોગ્‍ય સેવાઓ આપવાનો સંકલ્‍પ વ્‍યક્‍ત કરાયો

ટેકસાસઃ યુ.એસ.ના દલાસ ટેકસાસ મુકામે તાજેતરમાં AAPI લીડર્સની મીટીંગ ૨૫ નવેં.૨૦૧૮ના રોજ મળી હતી. જેમાં વર્તમાન એકઝીકયુટીવ કમિટી મેમ્‍બર્સ, બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ, પૂર્વ પ્રેસિડન્‍ટ, તથા સ્‍થાનિક ચેપ્‍ટર અને રીજીયનના એકસો જેટલા પ્રતિનિધિઓ ભેગા થયા હતા.

હિલ્‍ટોન દલાસ મુકામે એમ્‍બસી સ્‍યુટ ખાતે મળેલી આ મીટીંગમાં અમેરિકા તથા વતન ભારતમાં વધુ સારી આરોગ્‍ય સેવાઓ આપવાના આયોજન માટેની કટિબધ્‍ધતા વ્‍યક્‍ત કરાઇ હતી. જે અંતર્ગત AAPIની મેમ્‍બરશીપ વધારી, સ્‍થાનિક તથા રીજીયન કક્ષાના ચેપ્‍ટર્સને વધુ મજબુત બનાવવાનો હેતુ હતો.

આ તકે ખ્‍ખ્‍ભ્‍ત્‍ પ્રેસિડન્‍ટ તરીકે ચેલ્લા ૪ માસથી જવાબદારી સંભાવતા ડો.નરેશ પરીખએ તેમની કામગીરીનો અહેવાલ રજુ કર્યો હતો. તથા વીકલી ન્‍યુઝ પેપરના માધ્‍યમથી તમામ મેમ્‍બર્સ સાથે સંપર્કમાં રહી પારદર્શક અને તમામ રીજીયનનું પ્રતિનિધિત્‍વ થાય તેવો અનુરોધ કર્યો હતો. તથા ઓર્ગેનાઇઝેશનનું આર્થિક પાસુ સધ્‍ધર થાય તે માટે સુચનો કર્યા હતા ઉપરાંત અન્‍ય વકતાઓ ડો.સુરેશ રેડ્ડી, ડો.વિનોદ શાહ, ડો.જગન ઐલીનાની, ડો.રવિ જહાંગીર ડો.સુધાકર જોનાલાગડ્ડા, ડો.અનુપમા ગોટીમુકુલા, ડો.અંજના સમદૂર, ડો.હેમંત ધીંગરા, ડો.ઉદય શિવાંગી સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા તથા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ શરૂ કરેલ આયુષ્‍યમાન ભારત યોજનામાં મદદરૂપ થવા સંકલ્‍પ વ્‍યક્‍ત કર્યો હતો. તેવું શ્રી અજય ઘોષની યાદી જણાવે છે.

(10:15 pm IST)