Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

IAGC પ્રેસિડન્‍ટ તથા ફાઉન્‍ડર તરીકે શ્રી માલા રેડ્ડીની સર્વાનુમતે વરણીઃ ૨૦૧૮ થી ૨૦૨૦ની સાલ સુધી ૨ વર્ષ માટે જવાબદારી સંભાળશે

શિકાગોઃ તાજેતરમાં ૯ નવેં.ના રોજ ઇન્‍ડિયન એશોશિએશન ઓફ ગ્રેટર શિકાગોની (IAGC) વાર્ષિક મીટીંગ Tiffany ct. ઇન્‍ડિયન ક્રિક મુકામે મળઈ હતી. જેમાં આગામી ટર્મ માટે શ્રી માલા રેડ્ડી બોકકાની પ્રેસિડન્‍ટ ઇલે. તથા ફાઉન્‍ડર તરીકે સર્વાનુમતે વરણી થઇ હતી. તથા એડવાઇઝરી બોર્ડના શ્રી કે.કે.રેડ્ડીના માર્ગદર્શન હેઠળ નવા બોર્ડની રચના કરાઇ હતી.

IAGCના પ્રેસિડન્‍ટ ઇલે.તરીકે નિમણુંક થવા બદલ શ્રી માલા રેડ્ડીએ સહુનો આભાર માન્‍યો હતો. તથા શિકાગોમાં ભારતની સંસ્‍કૃતિ, સાહિત્‍ય, શિક્ષણ, ધર્મ, સમાજ જીવન, તથા આર્થિક પ્રવૃતિઓ વડે ભારતીય કોમ્‍યુનીટી સાથે તાલમેલ સાધી મદદરૂપ થવાનો કોલ આપ્‍યો હતો.

શ્રી માલા રેડ્ડી ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન ૨ વર્ષ માટે ટીમનું નેતૃત્‍વ કરશે જેમાં તેમની સાથે ગુરમીતસિંઘ ઘાલવાન, સુશ્રી હીના ત્રિવેદી, શ્રીનવાઝ, શ્રી સંદીપ, શ્રી પ્રસાદ, શ્રી રાજેશ, શ્રી મહેશ વોરા તેમજ ડીરકેટર્સ બોર્ડનો સહકાર મેળવી કામગીરી આગળ ધપાવશે.

ઉલ્લેખનીય છે કે IAGC દ્વારા વર્ષ દરમિયાન જોબ ફેર, ક્રિકેટ ટુર્નામેન્‍ટ, ઇન્‍ડોર ગેઇમ્‍સ કોમ્‍પીટીશન,યુથ લીડરશીપ ડેવલપમેન્‍ટ કેમ્‍પ સહિત વિવિધ આયોજનો કરવામાં આવે છે. તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(10:14 pm IST)