Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમેરિકાના પાટનગર વોશીંગટન ડી-સીમાં ભારતીય દુતાવાસ અને વિવિધ પ્રકારના ભારતીય સંગઠનો તેમજ કોંગ્રેસના પ્રતિનિધિઓએ સયુંકત રીતે એકત્રિત થઇને ભારતના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતીની કરેલી શાનદાર ઉજવણીઃ કોંગ્રેસના પ્રતિનિધિઓમાં અમી બેરા (કેલી),ડેવીડ સ્‍વાઇકાર્ટ (એરીઝોના), રાજા કૃષ્‍ણમૂર્તિ (ઇલીનોઇ), તેમજ ભારતીય સમુદાયોમાંથી ડો.ભરત બારાઇ, શ્રીમતી કરૂણાબેન, એમી હરીઆની, ભૂપેશ મહેતા, નીસ્‍સીમ રૂપેન તથા માન્‍સી પટેલે આપેલી હાજરીઃ ભારતમાંથી પણ મોટી સંખ્‍યામાં પ્રતિનિધિ મંડળના સભ્‍યોએ આપેલી હાજરી

 (કપિલા શાહ દ્વારા) શિકાગો  : અમેરીકાના પાટનગર વોશીંગટન ડી.સીમાં ભારતના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતીની રંગોચંગે ઉજવણી કરવામાં આવી હતી. અને તે પ્રસંગે ભારતીય દુતાવાસ તેમજ કોંગ્રેસના પ્રતિનિધિઓ તથા ભીન્‍ન ભીન્‍ન પ્રકારના ભારતીય સંગઠનોનો પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ભારતના રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતીની ઉજવણી કરવા માટે નવેમ્‍બર માસની ૨૭મી તારીખે અમેરીકાના પાટનગર વોશીંગટન ડીસીમાં ભારતીય દુતાવાસ અને વિવિધ પ્રકારના ભારતીય સંગઠનોના સંયુક્‍ત પ્રયાસથી આ પ્રકારનો સમારંભ યોજવામાં આવ્‍યો હતો જેની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી જેમાં ભારતીય એલચી નવતેજ સરના, તથા કોંગ્રેસના પ્રતિનિધીઓ અમી બેરા, રાજકૃષ્‍ણમુર્તિ ડેવીડ સ્‍વાઇકર્ટ તેમજ ડો.ભરત બારાઇ, ભૂપેશ મહેત, શ્રીમતી કરૂણા, નીસ્‍સીમ રૂપેન, મુખ્‍ય હતા.

આ પ્રસંગે કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી. અને ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા. 

(10:14 pm IST)