Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા તથા ક્લિન્ટન સહિતના અગ્રણીઓને ધમકી : મિશીગનના ગવર્નર મહિલાનું અપહરણ કરવાનું કાવતરું કરનાર આરોપીનું કારસ્તાન : કોર્ટમાં એફબીઆઈ નું નિવેદન

વોશિંગટન : અમેરિકાના મિશીગનના ગવર્નર મહિલાનું અપહરણ કરવાનું કાવતરું કરનાર આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો.જ્યાં તેની સામે નિવેદન આપનાર એફબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના કહેરને કારણે શહેરમાં કર્ફ્યુ લાદી દેવા બદલ એક કટ્ટરપંથી દેલાવરના રહેવાસી બૈરી ક્રોફ્ટે  ગવર્નરનું અપહરણ કરવાનું કાવતરું કર્યું હતું.જેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરાયો છે.

એફબીઆઈ અધિકારીએ વિશેષમાં જણાવ્યું હતું કે આ વ્યક્તિએ  પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ,પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા તથા  ક્લિન્ટન સહિતના અગ્રણીઓને ધમકી આપી હતી.જે ઓનલાઇન આપવામાં આવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)
  • દિલ્હીમાં એર પોલ્યુશન સર્જનાર માટે જેલ અને જંગી દંડની જોગવાઇ: દિલ્હીનું હવામાન નિરંતર બદતર બનતું જાય છે ત્યારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યુશન માટે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેમાં હવાનું પ્રદૂષણ સર્જનાર માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. access_time 11:38 am IST

  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST