Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સોશીઅલ મિડીયાનો દુરૂપયોગઃ મિત્ર બનેલી મહિલાને ત્રાસ આપનાર યુ.કે.સ્થિત ભારતીય મૂળના યુવાનને ૬ વર્ષની જેલઃ છેલ્લા પાંચ વર્ષથી અશ્લીલ મેસેજ તથા ધમકીઓ મોકલ્યાની ૩૫ વર્ષીય યુવાન સરતાજ ભાંગલની કોર્ટમાં કબૂલાત

લંડનઃ સોશીઅલ મિડીયાના માધ્યમથી સંપર્કમાં આવેલી મહિલાને ત્રાસ આપવાના આરોપસર યુ.કે.સ્થિત ભારતીય મૂળના ૩૫ વર્ષીય યુવાન સરતાજ ભાંગલને લંડન કોર્ટએ ૬ સાલની જેલસજા ફરમાવી છે.

આ યુવાનએ સોશીઅલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલી મહિલાને અશ્લીલ મેસેજ તથા ધમકીઓ મોકલવાનું શરૂ કરી દેતા મહિલાએ તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધુ હતું. તેમ છતાં કોઇપણ પ્રકારે તેનો સંપર્ક કરી ધમકીઓ મોકલવાનું ચાલુ રાખ્યુ હતુ. પરિણામે મહિલાએ ફરિયાદ નોંધાવતા આરોપીએ કોર્ટમાં કબૂલાત કરી લીધી હતી. જો કે તેને જેલમાં ધકેલાયા પછી પણ ગમે તેમ મોબાઇલનો મેળ કરી આરોપીએ ધમકીઓ મોકલવાનું ચાલુ રાખતા પોલીસે તેના ઘરની તલાશ લીધી હતી. જયાંથી એસિડ સહિતની હાનિકારક વસ્તુઓ મળી આવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા  જાણવા મળે છે.

(8:10 pm IST)