Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

અમેરિકામા અભ્યાસની સાથે કામ પણ કરી શકાય તેવા OPT પ્રોગ્રામમાં એડમિશન લેનારા વિદેશી સ્ટુડન્ટ્સ માં ભારતીયો અગ્રક્રમે : 2017 ની સાલમાં આ પ્રોગ્રામ હેઠળ એડમિશન લેનારા વિદેશી સ્ટુડન્ટ્સ પૈકી 56 ટકા ભારતીયો : યુ.એસ.ICE દ્વારા જાહેર કરાયેલી માહિતી

વોશિંગટન :અમેરિકામાં સાયન્સ,ટેક્નોલોજી,એન્જીનીઅરીંગ,તથા મેથેમેટિક્સ ફેકલ્ટીમાં એડમિશન લેનારા તથા  ઓપશનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ અપનાવનારા વિદેશી વિદ્યાર્થીઓમાં 56 ટકા જેટલા ભારતીયો છે.તેવું 2017 ની સાલના રેકર્ડ મુજબ જાણવા મળ્યું છે.પ્રોગ્રામ હેઠળ એડમિશન લેનાર સ્ટુડન્ટ્સ અભ્યાસની સાથે કામ પણ કરી શકે છે.

 પ્રોગ્રામ હેઠળ 2017 ની સાલમાં 50507 એટલેકે 26 ટકા  ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું.જયારે બીજા ક્રમે ચીનના વિદ્યાર્થીઓ છે.જેમણે પ્રોગ્રામ હેઠળ એડમિશન લીધું હોય તેવાની સંખ્યા 21795 છે.જે 24  ટકા થાય છે.આંકડાઓ યુ.એસ.ના ઇમિગ્રેશન કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા ગયા સપ્તાહમાં જાહેર કરાયા હતા.

(12:48 pm IST)