Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

ભારતીય મૂળના ભવ્ય સુનેજાની કેપટનશિપ હેઠળનું ઇન્ડોનેશિયાનું વિમાન દરિયામાં ગાયબ : 189 ઉતારુઓ સાથેના વિમાને ઉડાન ભર્યાની 13 મિનિટમાં જ સંપર્ક ગુમાવ્યો

જાકાર્તા :  ઇન્ડોનેશીયાના જાકાર્તામાં આજે સવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. અહીં લોયન એરનું વિમાન અહીંથી ઉડયન ભર્યા બાદ માત્ર ૧૩ મીનીટમાં ક્રેશ થઇ ગયુ હતું. આજે  સવારે વિમાને ઉડયન શરૂ કર્યુ કે તરત ૧૩ મિનીટમાં તેનો સંપર્ક તુટી ગયો હતો. તે પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ ૭૩૭ મેકસ છે જેમાં 189 યાત્રી હતાં. વિમાન બે મહિના પહેલા લોયન એરને મળ્યું હતું. વિમાનનો સંપર્ક તુટયો ત્યારે અચાનક તેની ઉંચાઇમાં લગભગ ર૦૦૦ ફુટનો ઘટાડો થયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે જાવા સમુદ્ર પાસે વિમાનના ટૂકડા જોવા મળ્યા હતાં.

 વિમાનના કેપ્ટ્ન તરીકે ભારતીય મૂળના 31 વર્ષીય શ્રી ભવ્ય સુનેજા હતા જેઓ 6000 જેટલી કલાકોના ઉડાનનો અનુભવ ધરાવતા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)