Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

અમેરિકા - ભારતના રાજકીય સંદર્ભમાં ત્રિપુટીઓની દિલચસ્પ યાદો

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વગદાર ડેલિગેશન હાલ તા.23,24 ,25 સપ્ટેમ્બર અમેરિકાના પ્રવાસે છે.જેમાં અનેક ઐતિહાસિક મુલાકાતો , ઉપસ્થિતિ અને સંદર્ભો જોવા મળશે.વિષદ અને વિશેષ ચર્ચા અને અહેવાલો પ્રસારણ માધ્યમો અને અખબારોમાં જોવા મળશે જ . પરંતુ પ્રસ્તુત લેખમાં અજબની ,અવર્ણીય ,ત્રિપુટીની અનાયાસ અનુભૂતિની દાસ્તાન આલેખવી છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી 2014 મે માસમાં વડાપ્રધાન બન્યા ત્યારે અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા હતા.મોદીજીની આર્ષદૃષ્ટિ ,મૂલ્યનિષ્ઠા ,અને સહુ સાથે આત્મીયતાના સેતુવાળી જીવનશૈલીથી તેઓશ્રી અત્યંત પ્રભાવિત થયેલા .અને મોદી - ઓબામા વચ્ચે જે ગહેરી દોસ્તી થઇ તેનો સાક્ષી ઇતિહાસ છે.ઓબામા બાદ અમેરિકાના પ્રમુખ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ.તેમણે પણ મોદીજીની અપ્રતિમ બુદ્ધિમત્તા , આતંકવાદ સામે સ્પષ્ટ સંઘર્ષ ,અને વસુધૈવ કુટુમ્બકમની ફિલસુફી જાણી પિછાણી અને હ્યુસ્ટનમાં 2019 માં howdy modi ના 60 હજાર ભારતીયોથી ગુંજતા સમારંભમાં વક્તા અને સાક્ષી બન્યા એટલું જ નહીં પણ 2020 ના ફેબ્રુઆરીમાં અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ 25 હજારની જનમેદનીમાં ' નમસ્તે ટ્રમ્પ ' ના મોદીજી સમર્થિત કાર્યક્રમથી પ્રભાવિત થયા, પરમ દોસ્ત બન્યા.

હવે આ પ્રવાસ દ્વારા અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બિડેન જે મોદીજીના વ્યક્તિત્વ ,કાર્યશૈલી ,અને મૂલ્યનિષ્ઠાથી અત્યંત પ્રભાવિત છે તે પ્રત્યક્ષ તા.24 સપ્ટેમ્બરે મળશે.ત્યારે મોદી સાથે વધુ નિકટતા મહેસુસ કરશે તે નિર્વિવાદ છે.
આમ મોદી સાથે અમેરિકાના સર્વોત્તમ વડાઓની પરમ ત્રિપુટી ઓબામા,ટ્રમ્પ ,બિડેન વિશ્વના ઇતિહાસની યશગાથાનું ગૌરવમય પૃષ્ઠ બની રહેશે.
હવે ડિપ્લોમેટની બીજી ત્રિપુટી - તે પણ મોદીજીની ગૌરવમય નિશ્રામાં.
ભારત સરકાર દ્વારા અમેરિકાના એમ્બેસેડર તરીકે ગૌરવવંતી સેવા પ્રદાન કરનાર અને તે પણ વડાપ્રધાન મોદીના વર્તમાન કાર્યકાળમાં -શ્રી સુબ્રમણિયમ જયશંકર ( વર્તમાન વિદેશ પ્રધાન ) , શ્રી હર્ષવર્ધન શીંગલા   ( વર્તમાન વિદેશ સચિવ ) અને હાલના એમ્બેસેડર શ્રી તરણજિત સીંઘ સંધુ .
શ્રી એસ.જયશંકર મોદીજી વડાપ્રધાન બન્યા બાદ સપ્ટેમ્બર 2014 માં UNGA માં ભાગ લેવા અમેરિકા પધાર્યા ત્યારે જે અભૂતપૂર્વ સફળ કામગીરી કરી તેનાથી પ્રભાવિત થયા તેમને દિલ્હી લઇ જઈ વિદેશ સચિવ બનાવ્યા સુષ્મા સ્વરાજની નાદુરસ્ત તબિયતના કારણે મોદી -2 કાળમાં વિદેશ પ્રધાન બન્યા .અમેરિકામાં હર્ષવર્ધન શીંગલા અલ્પકાળ 1 વર્ષ માટે એમ્બેસેડર રહ્યા .પણ સરકારે તેમને દિલ્હી પરત બોલાવી વિદેશ સચિવની કામગીરી સોંપી . શ્રી તરણજિત સીંઘ સંધુ .વર્તમાન એમ્બેસેડર છે. અને વાસ્તવમાં આ ત્રણે  મહાનુભાવોએ અન્યના સહયોગની વડાપ્રધાનની આ 2021 ની અમેરિકા યાત્રામાં અમેરિકા ભારત વચ્ચેની દોસ્તી ,સ્ટ્રેટેજી ,પાર્ટનરશીપ ,કોવિદ પશ્ચાદના પરીક્ષણોનો સામનો ,આતંક બાદનો સામનો ,ભારતમાં અમેરિકાની કંપનીઓના નિવેશ ,આદિ મહત્વપૂર્ણ એજન્ડા આ પ્રવાસમાં શામેલ કરેલા છે.એટલું જ નહીં પરંતુ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદે સહુ પ્રથમ વખત ચૂંટાનાર મહિલા ભારતીય વંશજ કમલા હેરિસ સાથે આત્મીયતા અને ગરિમાપૂર્ણ ,સન્માનનીય સંબંધની ભૂમિકા પણ સર્જેલ છે.

આમ મોદીજીની ગૌરવવંતી પ્રતિભાના ઝળહળતા સિતારા એમ્બેસેડર ત્રિપુટી જયશંકર ,શીંગલા ,સંધુએ અનેરી ઐતિહાસિક ઘટના છે.અને તે પણ  વોશિંગટન ડી સી ના સંદર્ભમાં .
હવે એ જ એવો 24 વર્ષ પહેલાનો 1990 ના દાયકાની ઘટનાનો ઉલ્લેખ કરવાનો મોહ રોકી શકતો નથી.તે ઐતિહાસિક ઘટનાનો હું સાક્ષી હતો.જોગાનુજોગ આ ઘટનાની પશ્ચાદ ભૂમિ પણ વોશિંગટન ડી સી જ છે.ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય રાજીવ ગાંધીના અકાળે સ્વર્ગવાસ બાદ તેમના ચાહકો તરફથી તેમની સ્મૃતિમાં અમેરિકા ખાતે રાજીવ ગાંધી સ્મૃતિ ફાઉન્ડેશનની સ્થાપના સબંધે વોશિંગટન ડી સી ખાતે એક વિશિષ્ટ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સોનિયા ગાંધી પધાર્યા હતા.આ સમારંભમાં પણ વોશિંગટન ખાતેના ભારતીય રાજદૂતો ( એમ્બેસેડર ).

 ડો.કરણસીંગ ,આબીદ હુસેન ,અને તત્કાલીન એમ્બેસેડર સિદ્ધાર્થ શંકર રે ની ઉપસ્થિતિ ઐતિહાસિક બની રહી.એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમમાં દિલ્હી ખાતે અમેરિકાના એમ્બેસેડર લોકપ્રિય જ્હોન કેનેથ ગેલલેથ અને તત્કાલીન એમ્બેસેડર ફ્રેન્ક વાઇઝનરની પણ ગૌરવમય ઉપસ્થિતિ હતી.વિશેષમાં અમિતાભ બચ્ચન ,જયાજી ,અને ભારતીય સમાજના અનેક ધુરંધરો હતા. સ્વર્ગસ્થ જાનકી ગંજુએ આ સમારંભના આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આમ એમ્બેસેડર ત્રિપુટીની વિધવિધ સમયની સહભાગી ઉપસ્થિતિ અત્યારે  યાદ આવતા એક અજબની અનુભૂતિ થાય છે.
MIMP -editorial support attn.ચિંતન સુદર્શનભાઈ
અહેવાલ -ચંદ્રકાન્ત ત્રિવેદી 

(9:29 am IST)