Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

" કોવિદ એવરી ડે હીરો " : યુ.એસ.ના ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA ) ને બ્રુકલીન બરો પ્રેસિડન્ટએ આપેલું બિરુદ : કોવિદ -19 ના સંજોગોમાં કોમ્યુનિટીને દૈનંદિન આપવામાં આવતી સેવાઓની કદર

ન્યુયોર્ક : " કોવિદ એવરી ડે  હીરો ". યુ.એસ.ના ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA )ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટીકટ ટ્રીસ્ટેટનાં તમામ ઇન્ડિયન એશોશિએશન માટે છત્ર સમાન આ ઓર્ગેનાઈઝેશનને બ્રુકલીન બરો પ્રેસિડન્ટ એરિક એડમ્સે કોવિદ એવરી ડે  હીરો નું બિરુદ આપી સન્માન કર્યું હતું.જે  કોમ્યુનિટીને દૈનંદિન સેવાઓ  આપવા માટે કદરદાની રૂપે અપાયું હતું.
22 સપ્ટેમ્બરના રોજ બ્રુકલીન હોલ ખાતે આયોજિત સન્માન સમારંભમાં કુલ 87   વ્યક્તિઓ તથા ઓર્ગેનાઈઝેશનશને આપવામાં આવેલા આ બિરુદમાં FIA  નો સમાવેશ કરાયો હતો.જે તમામને કોવિદ -19 સંજોગો વચ્ચે પણ દૈનંદિન કોમ્યુનિટીની સેવા માટે આપવામાં આવેલ.
આ પ્રસંગે તેમણે જણાવ્યું  હતું કે કોરોના કહેરને કારણે વધુ લોકોના જાન લેવાતા અટકે તેમાં આ એવરી ડે હીરોનું બહુ મોટું યોગદાન છે.જે માટે આપણે સહુ તેમના આભારી છીએ.
ઉલ્લેખનીય છે કે કોવિદ -19 સંજોગોમાં FIA  દ્વારા 3 હજાર લોકોને ભોજન અને  બાળકો દ્વારા તૈયાર કરાયેલા એક હજાર ફેસ માસ્ક વિનામૂલ્યે  વિતરણ કરાયા છે.
FIA  ના નેતૃત્વને આ બિરુદ દ્વારા બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.તેવું ડાએસ્પોરા દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)