Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમેરિકાના વડતાલધામ શ્રી સ્વામિનારાયણ હિન્દૂ મંદિર, હ્યુસ્ટન, ટેક્સાસ દ્વારા હાથ ધરાયેલી સેવાકીય પ્રવૃત્તિ : 500થી વધારે જરૂરિયાતમંદ લોકોને ગ્રોસરી કીટ અને પી.પી.ઇ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ટેક્સાસ  : અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીને હિસાબે લોકડાઉન વગેરે હોવાથી ઘણા લોકો બેરોજગાર બન્યા છે. ઘણા લોકો અસહાય બન્યા છે. એમને સહાયભૂત થવા વડતાલ ગાદીના પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી વડતાલધામ અમેરિકાના આંગણે આકાર લઈ રહેલ વડતાલધામ મંદિર, હ્યુસ્ટન તથા  એસ.વી.જી ચેરિટી (SVG Charity)  દ્વારા સેવા ઇન્ટરનેશનલ (Sewa International Houston Chapter) અને દીપ ફૂડ(Deep Food)ના સાથ સહકારથી જરૂરિયાતમંદ લોકોને અનાજ કરીયાણાની કીટ તેમજ પી.પી.ઇ કીટ બનાવી વિતરણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભારતના કોન્સ્યુલેટ જનરલ તેમજ શ્રી માન અસીમ મહાજન(Consul General of India Mr Aseem Mahajan), ફોર્ટ બેન્ડ કાઉન્ટીના જજ કેપી જ્યોર્જ (Fort Bend County Judge KP George) ઉપસ્થિત રહી સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો અને આ સેવા કાર્યને બિરદાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સમયાંતરે વડતાલધામ હ્યુસ્ટન તથા એસ.વી.જી ચેરિટી (SVG Charity) દ્વારા આવા અનેક સેવાકાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ ફૂડ કીટ વિતરણ તેમજ પી.પી.ઈ. કીટ વિતરણની  અલગ-અલગ ડ્રાઈવ કરવામાં આવી હતી

આ સેવા કાર્યમાં જોડાવા માટે અમારો સંપર્ક કરો.
Website : www.svg .org/charity
Ph. : +1 (832) 875-2163 (મદનમોહન પટેલ) તેવું શ્રી મદનમોહન પટેલની યાદી જણાવે છે.

(1:34 pm IST)