Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નેપાળ અને ચીન વચ્ચે જમીન બાબતે કોઈ વિવાદ નથી : ચીનના દબાણમાં આવી ગયેલી કે.પી.ઓલી સરકારનું નિવેદન

કાઠમંડુ : ચીને નેપાળની જમીનમાં કરેલી ઘૂસણખોરી અને બાંધેલી ઇમારતના અહેવાલને નેપાળની કે.પી.શર્મા ઓલી સરકારે રદિયો આપ્યો છે.તેમણે  જણાવ્યું  છે કે જમીન બાબતે ચીન અને નેપાળ વચ્ચે કોઈ વિવાદ નથી.
નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ ગવલીએ જણાવ્યું હતું કે  હુમલા જિલ્લામાં ચીને નેપાળની જમીન ઉપર કબ્જો કર્યો નથી.તેમજ ચીને બનાવેલી બિલ્ડીંગ પણ નેપાળના વિસ્તારમાં નથી
જોકે હુમલા જિલ્લાના લોકોએ જણાવ્યું હતું કે ચીને આ વિસ્તારમાં 11 બિલ્ડીંગ બનાવી છે.આથી તપાસ કરવા નેપાળ સરકારે કમિટી મોકલી છે.

(12:06 pm IST)