Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા ભારતીયોની સંખ્યામાં 3 ગણો ઉછાળો

મેક્સિકો : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ મેળવવા દલાલોને  25 હજારથી 50 હજાર ડોલરની વચ્ચે પેમેન્ટ કરી મેક્સિકોથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરનારા લોકોમાં મોટી સંખ્યા ભારતીયોની છે.પ્રવક્તાએ જણાવ્યા મુજબ આ નાણાકિય વર્ષના અંત (30 સપ્ટેમ્બર) સુધી લગભગ 9 હજાર ગેરકાયદેસર અપ્રવાસી ભારતીયોની ધરપકડ થઈ હોવાનું અનુમાન છે, જ્યારે ગત નાણાકિય વર્ષનો આંકડો 3162 હતો. એટલે કે એક જ વર્ષની અંદર ત્રણ ગણો ઉછાળો.નોંધાયો છે.

અપ્રવાસી અધિકારો માટે લડનારા વકીલોનું કહેવું છે કે અમેરિકામાં આશરો લેવા માટે ઘૂસણખોરી કરનારા મોટાભાગના ભારતીય ક્યાં તો નીચલી જાતિના હોય છે અથવા તો અંતરજાતિય વિવાહના કારણે મોતની ધમકી મેળવનારા હોય છે.પકડાઈ જતા અપ્રવાસી સામાન્ય રીતે એ જ દસ્તાવેજ રજૂ કરે છે જે બાકી ગેરકાયદેસર ઘૂસનારાઓની પાસે હોય છે. અમેરિકા જ્યારે તેમને છોડી દે છે તો તસ્કરી કરાવનારા ફરી તેમને પોતાની જાળમાં ફસાલી લે છે.

(9:27 pm IST)