Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ન્યુયોર્ક સીટી ચિફ સર્વિસ ઓફિસર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અનુષા વેંકટરામનની નિમણુંક

ન્યુયોર્કઃ યુ.એસ.ના ન્યુયોર્ક સીટી મેયર બિલ ડે બ્લાસિઓએ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ તેમણે ઇન્ડિયન  અમેરિકન મહિલા સુશ્રી અનુશા વેંકટરામનની નિમણુંક નવનિયુકત સીટી ચિફ સર્વિસ ઓફિસર તરીકે કરી છે.

હાલમાં સુશ્રી અનુશા ન્યુયોર્કના ડેપ્યુટી મેયર ફોર હાઉસીંગ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટના સિનીયર એડવાઇઝર તરીકે સેવાઓ આપે છે. ઉપરોકત પદ ઉપર નિમણુંક થતાં તેમણે રોમાંચ તથા આનંદની લાગણી વ્યકત કરી હતી. તથા શહેરના વિકાસ માટે તેઓ શ્રેષ્ઠ કામગીરી બજાવશે તેમ જણાવ્યું હતું.

(9:01 pm IST)