Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ભારતના આંધ્રપ્રદેશનના ચિફ મિનીસ્ટર જગનમોહનએ અમેરિકાની મુલાકાત લીધીઃ રાજયના વિકાસ માટે વ્યાવસાયિકો સાથે રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કર્યુઃ આંધ્રપ્રદેશમાં જુદા જુદા ક્ષેત્રે રોકાણો કરવા અનુરોધ કર્યો

વોશીંગ્ટન ડીસીઃ ભારતના આંધ્રપ્રદેશના ચિફ મિનીસ્ટર જગનમોહન રેડ્ડીએ તાજેતરમાં અમેરિકાની મુલાકાત લીધી હતી. જેનો હેતુ રાજયના આર્થિક વિકાસ માટે અમેરિકા સાથે જોડાણ કરવાનો હતો.

આ માટે યુ.એસ.ઇન્ડિયા બિઝનેસ કાઉન્સીલ તથા એટલાન્ટીક કાઉન્સીલ સાઉથ એશિયા સેન્ટરના ઉપક્રમે વોશીંગ્ટન ડીસી મુકામે બિઝનેસ રાઉન્ડ ટેબલ ડીસ્કશન પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જે માટે યુ.એસ.ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી હર્ષ વી.શ્રીંગલાએ વ્યવસ્થા કરી આપી હતી. તથા અમેરિકન વ્યાવસાયિકો સાથે શ્રી રેડ્ડીનો પરિચય કરાવ્યો હતો. જે અંતર્ગત યુ.એસ.આંધ્રપ્રદેશ ઇકોનોમિક પાર્ટનરશીપનું આયોજન કરાયું હતું. જેમાં શ્રી રેડ્ડીએ આંધ્રપ્રદેશમાં જુદા જુદા ક્ષેત્રે રોકાણો કરવા અમેરિકન વ્યાવસાયિકોને અનુરોધ કર્યો હતો.

(9:00 pm IST)