Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં લઘુમતિ કોમની સંસ્કૃતિ દર્શાવતો અભ્યાસક્રમ સ્કૂલોમાં દાખલ કરાશેઃ જુદા જુદા વર્ણ તથા ધર્મના પ્રજાજનોની લાગણીને વાચા આપી હાઇસ્કૂલ તથા ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં ફેરફાર કરાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયા ડીપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનએ સ્ટેટમાં વસતા જુદા જુદા વર્ણ તથા ધર્મના લોકોની સંસ્કૃતિ દર્શાવતો અભ્યાસક્રમ દાખલ કરવાનું નક્કી કર્યુ છે.

કેલિફોર્નિયામાં વસતા લઘુમતિ કોમના ૨૦ હજાર જેટલા પ્રજાજનોએ આ અભ્યાસક્રમમાં ફેરફાર કરી  નવો અભ્યાસક્રમ દાખલ કરવા વિનંતી કરી હતી. જેમાં જણાવાયા મુજબ તેમની સંસ્કૃતિને ઓછુ પ્રતિનિધિત્વ મળે છે. જેના પગલે હાઇસ્કૂલ તથા ગ્રેજ્યુએશન અભ્યાસક્રમમાં લઘુમતિ કોમની સંસ્કૃતિને આવરી લેવાનું નક્કી કરાયું છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:57 pm IST)