Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમેરિકામાં આર્યસમાજ ઓફ ગ્રેટર હયુસ્‍ટનના ઉપક્રમે ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયોઃ DAV સંસ્‍કૃતિ સ્‍કૂલ તથા આર્ય યુવા મંડલના યુવાનોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો દર્શાવ્‍યાઃ યજ્ઞ,ભજન, ઉદબોધન તથા દેશભકિત સભર ગીતો સાથે ઉજવણી કરાઇ

હયુસ્‍ટનઃ યુ.એસ.માં આર્ય સમાજ ઓફ હયુસ્‍ટનના ઉપક્રમે ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. તેમજ  આ દિવસે DAV સંસ્‍કૃતિ સ્‍કૂલના આર્ય  યુવા મંડલનો ઓપનીંગ ડે ઉજવાયો હતો.

DAV સંસ્‍કૃતિ સ્‍કૂલ તથા  DAV મોન્‍ટેસરી સ્‍કૂલને સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ દ્વારા માન્‍યતા સાથે વિદેશની મોડેલ આર્યસમાજ એવોર્ડ અપાયો છે.  DAV સંસ્‍કૃતિ સન્‍ડે સ્‍કૂલ તથા સન્‍ડે સત્‍સંગમાં ૪ થી ૧૩ વર્ષના અને ૧૪ થી ૧૮ વર્ષ વચ્‍ચેની વયના ૧પ૦ સ્‍ટુડન્‍ટસ જોડાયેલા છે. જેઓને કોમ્‍યુનીટી  સેવાના સંસ્‍કાર અપાય છે.

આ દિવસે પરીનું આયોજન કરાયું હતુ. તથા યોગા અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જે પ્રસંગે ૩૦૦ ઉપરાંત લોકો હાજર રહ્યા હતા. ભારતનો  ધ્‍વજ લહેરાવાયો હતો. દેશભકિત સભર ગીતો ગવાયા હતા. તથા ઉદબોધનો કરાયા હતાં.  તમામને ભોજન પ્રસાદનો લાભ અપાયો હતો. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(10:10 pm IST)