Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ઇન્ડીયન અમેરિકન સીનીયર સીટીઝન પસૈક કાઉન્ટી દ્વારા મંદિરોના પ્રવાસનુ કરેલુ આયોજનઃ બે બસ દ્વારા યોજવામાં પ્રવાસનો ૧૦૫ જેટલા સિનિયર સભ્યાએ ભાગ લીધો

 (કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શ્રાવણ માસમાં સીનીયરોને ભીન્ન ભીન્ન મંદિરોમાં બીરાજમાન ભગવાનની મૂર્તિઓના દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે માટે ઇન્ડીયન અમેરિકન સીનીયર સીટીઝન એસોસીએસન પસૈક કાઉન્ટી ન્યુજર્સીના સંચાલકો દ્વારા ૧૨મી ઓગષ્ટના રોજ એક પ્રવાસનું આયોજન કર્યુ હતું. જેમાં ૧૦૫ જેટલા સીનીયર ભાઇ બહેનોએ લાભ લીધો હતો.

બારમી ઓગષ્ટને રવીવારે ઝરમરતા વરસાદમાં આ બે બસો સવારે આઠ વાગે પસૈક લાયબ્રેરીના પટાંગણમાં મંદિરોનો દર્શનાર્થે ઉપડી હતી અને દોઢ કલાકના સમયગાળા દરમ્યાન તે બસો રોબીન્સવીલે ટાઉનમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરૃષોતમ સંસ્થાના મંદિરે પહોંચી હતી અને ત્યાં આગળ તૈયાર થઇ રહેલ મંદિરની શિલ્પ કળામાં નિહાળીને સીનીયરો આનંદિત થઇ ગયા હતા. અને વીઝીટર સેન્ટરના જઇને આ મંદિરની માહિતી મેળવીને પ્રભુજીની મુર્તિના દર્શન કર્યા હતા. અને ત્યાર બાદ ત્યાંથી નિકળીને પ્રિન્સટન ટાઉનમાં આવેલ નવદુર્ગા માતાજીના મંદિરે પહોચ્યા હતા. અને ત્યાં આગળ દર્શનનો લાભ લઇને સર્વે લોકો પિસ્કાટવે ટાઉનમાં પહોચ્યા હતા અને ત્યાં આગળ ગાયત્રી માતાજીના મંદિરે દર્શન કરીને જરૃરી માહિતી મેળવ્યા બાદ બ્રિજવોટર ટાઉનમાં આવેલ વેન્કટેશ્વર બાલાજી મંદિરે ગયા હતા અને ત્યાં આગળ દર્શન કર્યા બાદ પાર્સીયની ટાઉનમાં આવેલ સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે સૌ પહોચ્યા હતા અને ત્યાં આગળ સત્સંગ તથા પ્રવચનોનો લાભ સૌએ મેળવ્યો હતતો. આ મંદિર અંગે જરૃરી જાણકારી પ્રાપ્ત કર્યા બાદ મહાપ્રસાદને ન્યાય આપી રાત્રે ૮ વાગે પસૈક લાયબ્રેરીના પટાંગણમાં આવી પહોચ્યા હતા.

શ્રાવણ માસ દરમ્યાન પાંચ મંદિરોનો પ્રવાસ કર્યા બાદ સૌ સિનિયર સભ્યો આનંદ અનુભવતા પોતાના ઘરે પહોંચ્યા હતા. 

 

(10:34 pm IST)