Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

યુ.એસ.ના હયુસ્‍ટનમાં ‘‘ બ્રાહ્મણ સમાજ ઓફ નોર્થ અમેરિકા (BSNA) ''નું ર૩ મું વાર્ષિક અધિવેશન યોજાયું :સિલ્‍વર જયુબિલી મહોત્‍સવ તથા આઠમા ગ્‍લોબલ બ્રાહ્મણ સંમેલનનું આયોજન કરાયું: ર૭ થી ર૯ જુલાઇ ર૦૧૮ દરમિયાન યોજાઇ ગયેલા ત્રિ-દિવસીય અધિવેશનમાં હાસ્‍ય કવિ સંમેલન, યોગા, ભજન, પ્રશ્નોતરી, ઉદબોધન, પેનલ ડીસ્‍કશન, હેલ્‍થકેર, તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

હયુસ્‍ટનઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર૭ થી ર૯ જુલાઇ ર૦૧૮  દરમિયાન ‘‘ બ્રાહ્મણ  સમાજ ઓફ નોર્થ અમેરિકા (BSNA) નું ર૩ મું વાર્ષિક અધિવેશન તથા ં સિલ્‍વર  જયુબિલી મહોત્‍સવ સાથે  આઠમું ગ્‍લોબલ બ્રાહ્મણ સંમેલન યોજાઇ ગયું.

BSNA  યુથ આયોજીત આ સંમેલન ડો. સેન પાઠક, ડો. શ્રીકાંત મિશ્રા, તથા  પ્રેસિડન્‍ટ ડો. કેશવ શુકલાએ  દીપ પ્રાગટય  દ્વારા ખુલ્લું મુકયું હતુ. અધિવેશનમાં ભારતથી આવેલા સુવિખ્‍યાત કવિઓ ડો. સુરેશ  અવસ્‍થી તથા ડો. કિર્તી કાર્લ ના હાસ્‍ય કવિ સંમેલનનું  આયોજન  કરાયું હતુ.

ત્રિ-દિવસીય અધિવેશન દરમિયાન યોગા, ભજન, બ્રહ્મ વંદના ઉદબોધનો, પેનલ ડીસ્‍કશન, હેલ્‍થકેર, પ્રશ્નોતરી, ઉપરાતં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, ડાન્‍સ સહિતના આયાજેનો   કરાયા હતા.  તેવું  ત્‍ખ્‍ફ દ્વારા જાણવા મળે છે.

 

(9:01 pm IST)