Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

યુ.એસ. ના હયુસ્‍ટનમાં જે.કે.યોગના ફાઉન્‍ડર સ્‍વામી મુકુદાનન્‍દજીએ ‘‘રામકથા રહસ્‍ય'' સમજાવ્‍યું: ૪ ઓગ. થી ૧૦ ઓગ. તથા ૧૧ ઓગ. થી ૧૭ ઓગ. ર૦૧૮ દરમિયાન યોજાયેલ પ્રોગ્રામ અંતર્ગત યોગ, તથા મેડીટેશનના લાભોનું નિદર્શન કરાવ્‍યું

હયુસ્‍ટનઃ  જગદગુરૂ શ્રી કૃપાલુ મહારાજના શિલ્‍પ તથા જે.કે. યોગના ફાઉન્‍ડર સ્‍વામી મુકુદાનંદજીના અધ્‍યક્ષસ્‍થાને યુ.એસ.ના હયુસ્‍ટનમાં ર સપ્તાહનો પ્રોગ્રામ યોજાઇ ગયો. જે અંતગર્ત ૪ થી ૧૦ ઓગ. ર૦૧૮ દરમિયાન લાઇફ ટ્રાન્‍સફોર્મેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતુ.

ઇન્‍ડિયા હાઉસ ખાતે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં સ્‍વામી મુકુદાનંદજીએ શરીર, મગજ તથા આત્‍મા માટે યોગ તથા મેડીટેશનનું મહત્‍વ સમજાવ્‍યું હતુ. તથા સુખી અને આનંદમય જીવન જીવવા અંગે માર્ગદર્શન  આપ્‍યું હતુ. બાદમાં ૧૧ થી ૧૭ ઓગ. ર૦૧૮ દરમિયાન હિન્‍દુ ...........    ટેમ્‍પલ ખાતે રામકથા રહસ્‍ય વિષે વકતવ્‍ય આપ્‍યું હતુ.  તથા રામાયણમાં આવતા પાત્રો વિષે સમજણ આપી હતી.

તેઓ ફરી વાર આગામી ર૧ તથા  રર સપ્‍ટે. ર૦૧૮ ના રોજ હયુસ્‍ટનની મુલાકાત લેશે તેવું IAN  દ્વારા જાણવા મળે છે.

(9:17 pm IST)