Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

H-1B વિઝા : ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ વિરુદ્ધ એપલ સહિત 59 અમેરિકન કંપનીઓના CEO નો આક્રોશ : વિદેશોમાંથી આવતા કુશળ કર્મચારીઓ ઉપરના નિયંત્રણથી દેશનો આર્થિક વિકાસ રૂંધાશે

વોશિંગટન : ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે શાશન સંભાળ્યા પછી વિઝા નિયમોમાં ફેરફારો કરવાની હાથ ધરેલી ઝુંબેશ વિરુદ્ધ ભારે ઉહાપોહ થઇ રહ્યો છે.ખાસ કરીને H-1B વિઝા ઉપરના અંકૂશોનાં કારણે દેશનો આર્થિક વિકાસ રૂંધાઇ જવાની ભીતિ 59 અમેરિકન કંપનીઓના સી.એ.ઓ.એ વ્યક્ત કરી છે.

 એપલ,ટિમ કુક,જે પી મોર્ગન,પેપ્સિકો,સહિતની 59 અમેરિકન કંપનીઓના સી.ઈ..ઓ.એ જણાવ્યા મુજબ એચ.વન.બી વિઝા મેળવી અમેરિકા આવતા ઇમિગ્રન્ટ્સ ઉપર અનિશ્ચિતતાની તલવાર તોળાઈ રહી છે.પરિણામે ગ્લોબલ કંપનીઓને મળતા કુશળ કર્મચારીઓ ઉપર અસર થઇ રહી છે.આ ઈમિગ્રન્ટ્સના જીવનસાથીના કામ કરવાના અધિકાર ઉપર પણ તરાપ મારવાની ટ્રમ્પની નીતિ વિદેશોમાંથી આવતા બુદ્ધિધન ઉપર તરાપ સમાન છે.આ કુશળ વિદેશીઓમાં એન્જીનીયરો,તબીબો,શિક્ષકો,અર્થશાસ્ત્રીઓ ,આર્કીટેક ,સહિતના કુશળ લોકોનો સમાવેશ થાય છે.જેઓની અવગણના દેશના અર્થતંત્ર માટે ભયાનક નુકશાનકારક પુરવાર થશે

(6:04 pm IST)