Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

''ટિન જીઓપાર્ડી સ્પર્ધા ૨૦૧૯'': અમેરિકામાં યોજાઇ ગયેલી હાઇસ્કૂલ સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનતો ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ અવિ ગુપ્તાઃ ૧ લાખ ડોલરનું ઇનામ મળ્યું

પોર્ટલેન્ડઃ યુ.એસ.માં યોજાઇ ગયેલી ''ટિન જીઓપાર્ડી સ્પર્ધા ૨૦૧૯''માં ઇન્ડિયન અમેરિકન હાઇસ્કૂલ સ્ટુડન્ટ અવિ ગુપ્તાએ રાષ્ટ્રિય કક્ષાના ૧૫ સ્ટુડન્ટસ વચ્ચે મેદાન મારી પ્રથમ વિજેતા બની ૧ લાખ ડોલરનું ઇનામ મેળવ્યું હતું. શુક્રવારે દર્શાવાયેલા વિવઝ શોમાં તે ઝળહળી ઉઠયો હતો. તે પોર્ટલેન્ડ ઓરેગોન મુકામે નિવાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગયા વર્ષે યોજાયેલી કોલેજ જીઓપાડી ૨૦૧૮માં પણ ભારતીય મૂળનો સ્ટુડન્ટ ધૃવ ગૌર વિજેતા થયો હતો. તથા તેણે ૧ લાખ ડોલરનું ઇનામ મેળવ્યું હતું.

અમેરિકામાં યોજાતી જુદી જુદી સ્પર્ધાઓમાં પણ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ હીર ઝળકાવે છે.

(8:52 pm IST)