Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

અમેરિકામાં ભારતીય મૂળના ઉબર ડ્રાઇવર યુવાન હરબીન પરમારને ૩ વર્ષની જેલઃ મહિલા પેસેન્‍જરની લાજ લૂંટવાનો તથા અધ્‍ધવચ્‍ચે ઉતારી દેવાનો આરોપ પુરવાર

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં હોવાર્ડ બિચ કિવન્‍સ સ્‍થિત ભારતીય મૂળના ઉબર ડ્રાઇવર રપ વર્ષીય હરબીર પરમારને ૩ વર્ષની જેલ સજા થઇ છે. તથા ફરીયાદી મહિલાને ૩૬૪ર ડોલરનું વળતર ચુકવવાનો હુકમ કરાયો છે.

હરીબર ઉપરના આરોપ મુજબ તેણે ર૧ ફેબ્રુ. ર૦૧૮ ના રોજે તેની કારમાં બેઠેલા મહિલા પેસેન્‍જરને નકકી કરેલા સ્‍થળે પહોંચાડવાને બદલે અન્‍ય રસ્‍તે લઇ જઇ અધવચ્‍ચે ઉતરી જવા ફરજ પાડી હતી. નિヘતિ બની કારમાં ઉંઘી ગયેલી મહિલાના શર્ટમાં હરબીરનો હાથ ફરતો જોતા તે સફાળી જાગી ઉઠી હતી અને નકકી કરેલા સ્‍થળે લઇ જવાને બદલે બીજી જગ્‍યાએ લઇ જવા બદલ ફરિયાદ કરવા નજીકના પોલીસ સ્‍ટેશને ઉતારવા જણાવ્‍યૂ હતુ પણ હરબીર તેને અધવચ્‍ચે રોડ ઉપર ઉતરવા મજબૂર કરી દઇ નાસી છૂટયો હતો. મહિલાએ શોપીંગ મોલમા જઇ મદદ માટે ફોન કર્યો હતો. પરિણામે હરબીલની પોલીસે ઓકટો.માસમાં ધરપકડ કરી હતી.

એક મહિલા સાથે વિશ્વાસઘાત કરી તેની લાજ લૂંટવાનો પ્રયત્‍ન કરવા બદલ કોર્ટએ તેને ઉપરોકત સજા ફરમાવી મહિલાને ભાડાનુ થયેલું નુકશાન ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:37 pm IST)