Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

તમે અમેરિકાના નાગરિક છો ? : અમેરિકામાં 2020 ની સાલમાં થનારી વસતિ ગણતરીમાં નાગરિકત્વને લગતા પ્રશ્નથી મૂંઝાયેલા ઇમિગ્રન્ટ્સ માટે આનંદના સમાચાર : ગઈકાલ 27 જૂનના રોજ સુપ્રીમ કોર્ટએ આ પ્રશ્ન અટકાવી દેતો ચુકાદો આપ્યો

વોશિંગટન :  અમેરિકામાં 2020 ની સાલમાં થનારી વસતિ ગણતરીમાં નાગરિકત્વને લગતા પ્રશ્નથી મૂંઝાયેલા ઇમિગ્રન્ટ્સ માટે આનંદના સમાચાર છે.જે મુજબ ગઈકાલ 27 જૂનના રોજ સુપ્રીમ કોર્ટએ આ પ્રશ્ન અટકાવી દેતો ચુકાદો આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને વિવિધ ઇન્ડિયન અમેરિકન તથા એશિયન અમેરિકન સંગઠનોએ વધાવ્યો છે.જોકે હજુ આ ચુકાદા અંગે સેન્સસ વિભાગ દ્વારા ચકાસણી થઇ રહી છે.તેમ છતાં આ ચુકાદો ઇમિગ્રન્ટ્સ પરિવારો માટે રાહતના સમાચારરૂપ છે.કારણકે આ પ્રશ્નથી ઇમિગ્રન્ટ્સ માટે મતદાનથી વંચિત રહેવા ઉપરાંત દેશનીકાલનો ભય પણ ઝળુંબતો હતો.તેથી મોટા પાયે ટ્રમ્પ સરકારના આ તઘલખી નિર્ણયનો વિરોધ થઇ રહ્યો હતો.

(12:49 pm IST)