Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

યુ.એસ.માં મંદબુધ્ધિ ઇન્ડિયન અમેરિકન યુવાનની હત્યાઃ લોસ એન્જલસ મુકામે મોલમાં માતા-પિતા સાથે ખરીદી કરવા ગયેલા યુવાન ઉપર પોલીસ ઓફિસરે ગોળીબાર કરતાં સ્થળ ઉપર જ કરૂણ મોતઃ વચ્ચે પડેલા માતા-પિતા પણ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

લોસ  એન્જલસઃ યુ.એસ.માં માનસિક રીતે અક્ષમ મંદબુધ્ધિ તેવા ઇન્ડિયન  અમેરિકન યુવાન ૩૨ વર્ષીય કેનેથ ફ્રેંચની લોસ  એન્જલસ મુકામે ૧૪ જુન ૨૦૧૯ના રોજ હત્યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ યુવાન તેના માતા-પિતા સાથે મોલમાં ખરીદી માટે ગયો હતો ત્યારે પરિવાર સાથે ખીરીદ માટે આવેલા અને બાળકને તેડીને ઊભેલા નોકરી સિવાયના સમયમાં આવેલા પોલીસ ઓફિસરે તેના ઉપર ગોળીબાર કરતાં સ્થળ ઉપર જ તેનું મૃત્યુ થયું હતું. તથા પોતાના યુવાન પુત્રને બચાવવા માટે વચ્ચે પડેલા માતા-પિતા પણ ગંભીર રીતે ઘવાયા હતા. તેઓને હોસ્પિટલમાં ICUમાં રખાયા છે.

પોલીસ ઓફિસરના જણાવ્યા મુજબ તેના ઉપર આ મંદબુધ્ધિ યુવાને હુમલો કર્યો હતો. જો કે હજુ સુધી આ પોલીસ ઓફિસરની ધરપકડ કરાઇ નથી કે તેને સસ્પેન્ડ કરાયો નથી. પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા તપાસ ચાલુ છે.

(8:30 pm IST)