Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

" ડુંગર ઉપર આગ લાગી ,દોડો ,દોડો ,દોડો " : અમેરિકામાં ગુજરાતી સીનીઅર સોસાયટી પ્લેનોના ઉપક્રમે યોજાયેલી પિકનિકનો આનંદ માણતા સિનિયરો : સ્વાદિષ્ટ ભોજન ,રમત-ગમત ,જન્મદિન મુબારકબાદી ,તથા ફાથર્સ ડે ની ઉજવણીથી સિનિયરો ખુશખુશાલ : આગામી સપ્ટેમ્બર માસમાં ક્રુઝ ટુર યોજાશે

પ્લેનો : ગુજરાતી સીનીયર સોસાયટી પ્લેનોની સમર પીકનીક અને ફાધર્સ ડે ની ઉજવણી Russale પાર્કમાં ૧૯ મી જૂનના રોજ સાંજે ૪ - વાગે કરવામાં આવેલ.  સૌ પ્રથમ પ્રમુખશ્રી સુભાષ શાહે સૌને આવકાર્યા હતા... તથા સૌને ફાધર્સ ડે ની શુભેચ્છા પાઠવી હતી, અને સપ્ટેમબર માં યોજાનાર Cruze Tour ની માહીતી આપવામાં આવેલ...

       પ્રથમ સુભાષ પંડયા દ્વારા પ્રાથના કરવામાં આવેલ... ત્યાર બાદ આ માસમાં જે સભ્યયો ની બર્થડે હતી તેઓને કમીટી ચેરમેન શ્રી સુભાષ તલાટી  બોર્ડ મેમ્બરના હસ્તે બર્થડે કાર્ડ આપવામાં આવેલ...

તથા ઈનસ્યોરન્સ એજન્ટ  રમાબેન પીઠડીયા દ્વારા આપેલ બર્થડે ગીત ગાવામાં આવેલ...  તથા રોમાબેને બનાવેલ દાળવડા, તથા ચીપ્સ - સાલસા તથા તડબૂચ આપવામાં આવેલ....

     ત્યાર બાદ રમત-ગમત નો દોર શરુ કરવામાં આવેલ.... પ્રથમ ગેમ બીન્ગો ગેમ હર્ષાબેન ગાંધી, ભુપ્ર્ન્દ્ર ઠક્કર તથા ભૂપેશ તલસાનીયા દ્વારા રમાડવામાં આવેલ ત્યાર બાદ બીજી ગેમ ડુંગર ઉપર.AAGLAHI DODO DODO... રમાડવામાં આવેલ... ત્યાર બાદ વિજેતાઓને ઈનામ આપવામાં આવેલ.... રમતો માં સૌને ખૂબ આનંદ આવ્યો હતો... આજના સ્પોનસર ભૂપેશ તલસાનીયા, હર્ષા ગાંધી, રોમા પીઠડીયા નિતીન પારેખ, જીતુંભાઈ શાહ, ધીરૂભાઈ ભુવા, તથા લક્ષ્મીનંદન ને આભાર માનેલ. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

 

(12:20 pm IST)