Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં રજાઈના - કેનેડા ખાતે સત્સંગ સભાનું આયોજન

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી રજાઈના-કેનેડા ખાતે પધાર્યા હતા. અહીંના હિન્દુ સનાત ટેમ્પલ ખાતે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીંના સ્થાનીક ભક્તજનો ઘનશ્યામભાઈ ગજેરા, રાકેશભાઈ રાદડિયા વગેરે ભક્તજનોએ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિએ એક મહત્ત્વનું સૂત્ર આપ્યું છે. આપણા વડવાઓએ એ સૂત્ર પોતાના જીવનમાં વણ્યું હતું. એ સૂત્ર છે 'જેવી શ્રીહરિની મરજી.' આ એક સૂત્ર જો જીવનમા ઉતરી જાય તો તમામ પ્રકારના માનસિક દુઃખોથી મનુષ્ય ઉગરી જાય. આજે આટલી સાધન- સામગ્રી વધ્યા છે, તો સામે એટલા જ રોગો વધ્યા છે. નાના-મોટા, સારા-નરસા પ્રસંગોએ માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. ઘણાં ઘણાં પ્રકારના માનસિક રોગોના નામ આપણે સાંભફ્રીએ છીએ. પરંતુ જો આ એક સૂત્ર જીવનમાં વણાઈ જાય તો માણસ સુખી થઈ જાય.

 

(11:27 am IST)