Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પાકિસ્તાન ને આતંકવાદીઓનું સ્વર્ગ બનવા નહીં દેવાય : ભારતના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનની ઝાટકણી કાઢતા ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિક્કી હેલી

 ન્યુદિલ્હી :     યુનાઇટેડ નેશન્સ ખાતેના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિક્કી હેલી એ તાજેતરમાં ભારતના પ્રવાસ દરમિયાન ગઈકાલે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે તે આતંકવાદીઓનું સ્વર્ગ બની રહ્યું છે.જે બાબત લેશમાત્ર ચલાવી નહીં લેવાય.તેમણે ભારતની સરાહના કરતા જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત બંને દેશ વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ કરવા કટિબદ્ધ છે.

(8:31 pm IST)
  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST

  • સરકાર સંસદમાં કોઈપણ વિષય પર વાતચીત કરવા તૈયાર :મોન્સૂન સત્રમાં સહયોગ માટે સંસદીય કાર્યમંત્રી વિજય ગોયલે લીધી મનમોહનસિંહની મુલાકાત :18મી જુલાઈથી શરુ થનાર ચોમાસુ સત્ર માટે વિજય ગોયલ મોટાભાગની વિપક્ષી પાર્ટીઓના નેતાઓને મળીને સંસદને સુચારુ રૂપે ચલાવવા માટે અપીલ કરશે access_time 1:06 am IST

  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST