Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પની અમાનવીય ઇમિગ્રેશન પોલિસી વિરુદ્ધ દેખાવો કરવા બદલ ઇન્ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસવુમન સુશ્રી પ્રમીલા જયપાલની ધરપકડ

વોશિંગટન   અમેરિકાના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન મહિલા કોંગ્રેસવુમન શુશ્રી પ્રમીલા જયપાલની ધરપકડ થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમાનવીય તથા ઝીરો ટોલરન્સ ઇમિગ્રેશન પોલીસીના વિરોધમાં તેઓ કેપિટલ હિલ ખાતે દેખાવો કરી રહ્યા હતા. અમાનવીય પોલિસી હેઠળ અમેરિકાની બોર્ડર ઉપર આવેલા 2 હજાર જેટલા બાળકોને તેમના માતા-પિતાથી વિખુટા પડી દેવાયા છે.જેના વિરોધમાં તેઓ 500 જેટલી મહિલાઓ સાથે દેખાવો કરી રહ્યા હતા ત્યારે તેમને તથા તેમની સાથે જોડાયેલી તમામ 500 જેટલી મહિલાઓની ધરપકડ થઇ છે.

(12:38 pm IST)