Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

અમેરિકાની કિવન્‍સ કોલેજની સ્‍ટુડન્‍ટ ભારતીય મૂળની યુવતિ રેણુકા સુરજનારાયણને વોટસન ફેલોશીપ

ન્‍યુયોર્કઃ અમેરિકાની કિવન્‍સ કોલેજમાં નવી દાખલ થયેલી ઇન્‍ડિયન અમેરિકન યુવતિ રેણુકા સુરજનારાયણની પસંદગી સુપ્રતિષ્‍ઠિત વોટસન ફેલોશીપ માટે થઇ છે. તેવી ઘોષણાં સીટી યુનિવર્સિટી ઓફ ન્‍યુયોર્કએ ૧૫ જુનના રોજ કરી છે.

અનેક સ્‍ટુડન્‍ટસ વચ્‍ચેની સ્‍પર્ધામાં વિજેતા બનેલી રેણુકાને આગામી ૩ વર્ષના અભ્‍યાસ માટે ફેલોશીપ મળશે. તથા ન્‍યુયોર્ક ઉપરાંતના શહેરોના પ્રવાસની તક મળશે.

(9:17 pm IST)